ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોનની સમીક્ષા, સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પાલન પર ધ્યાન કેન્દ્રિત
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન અધિસૂચનાના અમલીકરણની સમીક્ષા કરવા માટે શુક્રવારે ઉત્તરાખંડના મુખ્ય સચિવ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમા
બેઠકમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ


નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન અધિસૂચનાના અમલીકરણની સમીક્ષા કરવા માટે શુક્રવારે ઉત્તરાખંડના મુખ્ય સચિવ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.

બેઠકમાં અધિસૂચનાની તમામ જોગવાઈઓને પૂરી ગંભીરતા અને અસરકારક રીતે લાગુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ તેના અસરકારક નિરીક્ષણ, અમલ અને પાલન માટે મજબૂત સંસ્થાકીય વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન આ સંબંધમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું સંપૂર્ણપણે પાલન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પણ રેખાંકિત કરવામાં આવી હતી. ખાસ કરીને ભાગીરથી નદી અને તેની આસપાસના વિસ્તારોના સાંસ્કૃતિક, પારિસ્થિતિક તથા આધ્યાત્મિક મહત્વને ધ્યાનમાં રાખીને સંરક્ષણ અને સંવેદનશીલ વિકાસ વચ્ચે સંતુલન જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે 18 ડિસેમ્બર 2012 ના રોજ ગૌમુખથી ઉત્તરકાશી સુધી ભાગીરથી નદીના 4,179.59 ચોરસ કિલોમીટર વિસ્તારને ભાગીરથી પર્યાવરણ-સંવેદનશીલ ક્ષેત્ર અધિસૂચના હેઠળ, ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગાના ઉદ્ભવ સ્થાનની જૈવ-વિવિધતા અને નાજુક હિમાલયી પારિસ્થિતિક તંત્રની રક્ષા કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande