'સ્પિરિટ' વિવાદમાં, દીપિકા પાદુકોણનો ઇશારામાં પલટવાર
નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની બહુપ્રતીક્ષિત ફિલ્મ ''સ્પિરિટ''માંથી દીપિકા પાદુકોણના બહાર થવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. પહેલાં ફિલ્મનું શૂટિંગ કરવા માટે 8 કલાકની શિફ્ટની શરત ચર્ચામાં હતી, પરંતુ હવે નિર્માત
ફિલ્મ


નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'સ્પિરિટ'માંથી દીપિકા પાદુકોણના બહાર થવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. પહેલાં ફિલ્મનું શૂટિંગ કરવા માટે 8 કલાકની શિફ્ટની શરત ચર્ચામાં હતી, પરંતુ હવે નિર્માતા પ્રણય રેડ્ડી વાંગાના નવા દાવાઓએ મામલાને વધુ ગરમાવી દીધો છે.

પ્રણયે દાવો કર્યો છે કે, દીપિકાએ ફિલ્મના નફામાં 10 ટકા હિસ્સેદારી માંગી હતી. નાણાકીય શરતો પર સહમતિ ન સધાતા ટીમે અન્ય વિકલ્પો શોધ્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, દીપિકા સાથે એક વર્ષથી વધુ સમય સુધી વાતચીત ચાલી હતી અને બાદમાં ફિલ્મની આંતરિક જાણકારી લીક થઈ.

પ્રણયના આ દાવાઓ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ છે. કેટલાક લોકોએ દીપિકાની કથિત માંગણીઓ અંગે સવાલો ઉઠાવ્યા, જ્યારે ઘણા લોકોએ એવી દલીલ કરી કે, જો પુરુષ કલાકારો પોતાની ફિલ્મોમાં ફી કે નફામાં હિસ્સેદારી અંગે વાતચીત કરી શકે છે, તો મહિલા કલાકારો આવું કરે ત્યારે તેમને નિશાન કેમ બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક પત્રકારની પોસ્ટ વાયરલ થઈ, જેમાં સમગ્ર વિવાદને 'પુરુષ અહંકારનું સંકટ' ગણાવીને વાંગા બંધુઓની માનસિકતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા.

રસપ્રદ વાત એ છે કે દીપિકાએ આ વાયરલ પોસ્ટને લાઇક કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિક્રિયા જોઈને એવું લાગે છે કે, જાણે અભિનેત્રીએ આખી ફિલ્મ કે નિર્માતાની સંપત્તિ માંગી લીધી હોય અને એક મહિલાની પોતાની શરત રાખવાને, પુરુષ અહંકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. દીપિકાએ આ મામલે સીધું કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ પોસ્ટને લાઇક કર્યા પછી માનવામાં આવી રહ્યું છે કે, તેમણે ઇશારા-ઇશારામાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી દીધી છે. વિવાદ વચ્ચે હવે ફિલ્મ અને અભિનેત્રીના ચાહકોની નજર નિર્માતાઓની આગામી પ્રતિક્રિયા પર ટકેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande