જન્મદિવસ પર તેજા સજ્જાને મળી મોટી ભેટ, 'ઝોમ્બી રેડ્ડી'ના સિક્વલની જાહેરાત
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) અભિનેતા તેજા સજ્જાના જન્મદિવસના ખાસ અવસરે તેમની ચર્ચિત ફિલ્મ ''ઝોમ્બી રેડ્ડી''ના બહુપ્રતીક્ષિત સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીપલ મીડિયા ફેક્ટરીએ ફિલ્મનું શીર્ષક ''ઝોમ્બી રેડ્ડી નેક્સ્ટ લેવલ'' રાખ્યું
ફિલ્મ


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) અભિનેતા તેજા સજ્જાના જન્મદિવસના ખાસ અવસરે તેમની ચર્ચિત ફિલ્મ 'ઝોમ્બી રેડ્ડી'ના બહુપ્રતીક્ષિત સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીપલ મીડિયા ફેક્ટરીએ ફિલ્મનું શીર્ષક 'ઝોમ્બી રેડ્ડી નેક્સ્ટ લેવલ' રાખ્યું છે. પહેલી ફિલ્મની સફળતા પછી હવે આ ફ્રેન્ચાઇઝી મોટા પાયે વાપસી કરવા જઈ રહી છે. જાહેર કરાયેલી ઝલકમાં તેજા સજ્જા હજારો ઝોમ્બીઝની ભીડ સામે એકલા ઊભેલા જોવા મળે છે, જે ફિલ્મના મોટા સ્કેલ અને હાઈ-ઓક્ટેન એક્શનની ઝલક આપે છે. ફિલ્મમાં રિયલ સ્ટાર ઉપેન્દ્ર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે શનાયા કપૂર આના દ્વારા દક્ષિણ ભારતીય સિનેમામાં પદાર્પણ કરશે.

'ઝોમ્બી રેડ્ડી નેક્સ્ટ લેવલ'નું નિર્દેશન સુપર્ણ એસ. વર્મા કરશે, જ્યારે ફિલ્મની વાર્તા અને ફ્રેન્ચાઇઝીની મૂળ કલ્પના પ્રશાંત વર્માની છે. સ્ક્રીનપ્લે હુસૈન દલાલ, પ્રશાંત વર્મા અને સુપર્ણ એસ. વર્માએ સાથે મળીને લખ્યો છે. ફિલ્મના સંગીતની જવાબદારી ગૌરા હરિ સંભાળી રહ્યા છે, જે 'હનુમાન' અને 'મિરાઈ' જેવા પ્રોજેક્ટ્સના સંગીત માટે જાણીતા છે. ટીજી વિશ્વ પ્રસાદ અને કૃતિ પ્રસાદ દ્વારા મોટા પાયે નિર્મિત આ ઝોમ્બી એક્શન-કોમેડીમાં એક્શન, એડવેન્ચર અને કોમેડીનું મિશ્રણ જોવા મળશે. ફિલ્મની દુનિયામાં ઝોમ્બીઝનો કબજો થઈ ચૂક્યો છે અને તેજાનું પાત્ર તેમની સામે મોરચો સંભાળતું જોવા મળશે.

ફિલ્મને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવા માટે તેને સાત ભાષાઓ હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, નેપાળી અને જાપાનીમાં વિશ્વભરમાં રિલીઝ કરવાની યોજના છે. તેજા સજ્જાએ સિક્વલને પોતાના માટે ખાસ ગણાવતા કહ્યું કે 'ઝોમ્બી રેડ્ડી'ના દર્શકો પાસેથી મળેલા પ્રેમે ટીમને આ દુનિયાને વધુ મોટા સ્તરે આગળ વધારવાનો આત્મવિશ્વાસ આપ્યો. જ્યારે, નિર્દેશક સુપર્ણ એસ. વર્માએ કહ્યું કે તેમનો લક્ષ્ય આ વખતે એક એવો સિનેમેટિક અનુભવ તૈયાર કરવાનો છે, જે પહેલાં કરતાં વધુ અરાજક, ભવ્ય અને રોમાંચક હોય. નિર્માતા ટીજી વિશ્વ પ્રસાદના મતે, ફિલ્મનો લક્ષ્ય ભારતીય વ્યાવસાયિક સિનેમાને વૈશ્વિક મંચ પર મોટા સ્તરે રજૂ કરવાનો છે. ફિલ્મને 2027માં રિલીઝ કરવાની તૈયારી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande