ભાવનગર મંડળની ત્રણ જોડી નિયમિત ટ્રેનોના ICF રેકનું LHB રેકમાં રૂપાંતરણ
ભાવનગર 23 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે ભાવનગર મંડળની ત્રણ જોડી નિયમિત ટ્રેનોના ICF રેકનું LHB રેકમાં રૂપાંતરણ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડવાના હેતુથી પશ્
ભાવનગર મંડળની ત્રણ જોડી નિયમિત ટ્રેનોના ICF રેકનું LHB રેકમાં રૂપાંતરણ


ભાવનગર 23 ઓગસ્ટ (હિ.સ.)

ભાવનગર યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે ભાવનગર મંડળની ત્રણ જોડી નિયમિત ટ્રેનોના ICF રેકનું LHB રેકમાં રૂપાંતરણ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત ત્રણ જોડી નિયમિત ટ્રેનોના ICF રેકને આધુનિક LHB રેકમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર આ નિર્ણય અંતર્ગત ટ્રેન નંબર 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર, 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર તેમજ 12949/12950 પોરબંદર–સાંતરાગાછી–પોરબંદરને તબક્કાવાર LHB રેક સાથે ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર:

ટ્રેન નંબર 12905 પોરબંદરથી 21 ઓક્ટોબર 2026થી તથા ટ્રેન નંબર 12906 શાલીમારથી 23 ઓક્ટોબર 2026થી LHB રેક સાથે સંચાલિત થશે. આ ટ્રેનની નવી LHB રચનામાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, સ્લીપર, દ્વિતીય શ્રેણી સિટિંગ/અનરિઝર્વ્ડ કોચ, ગાર્ડ બ્રેક/લગેજ વાન, લગેજ (સામાન)/જનરેટર અને બ્રેક વાન સહિત કુલ 22 LHB કોચ હશે.

ટ્રેન નંબર 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર:

ટ્રેન નંબર 20968 પોરબંદરથી 20 ઓક્ટોબર 2026થી તથા ટ્રેન નંબર 20967 સિકંદરાબાદથી 21 ઓક્ટોબર 2026થી LHB રેક સાથે સંચાલિત થશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, સ્લીપર, દ્વિતીય શ્રેણી સિટિંગ/અનરિઝર્વ્ડ કોચ, ગાર્ડ બ્રેક/લગેજ વાન, લગેજ (સામાન)/જનરેટર અને બ્રેક વાન સહિત કુલ 21 LHB કોચ હશે.

ટ્રેન નંબર 12949/12950 પોરબંદર–સાંતરાગાછી–પોરબંદર:

ટ્રેન નંબર 12949 પોરબંદરથી 23 ઓક્ટોબર 2026થી તથા ટ્રેન નંબર 12950 સાંતરાગાછીથી 25 ઓક્ટોબર 2026થી LHB રેક સાથે સંચાલિત થશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, પેન્ટ્રી કાર, સ્લીપર, દ્વિતીય શ્રેણી સિટિંગ/અનરિઝર્વ્ડ કોચ, ગાર્ડ બ્રેક/લગેજ વાન, લગેજ (સામાન)/જનરેટર અને બ્રેક વાન સહિત કુલ 21+1 LHB કોચ હશે.

LHB કોચના ઉપયોગથી આ ટ્રેનોમાં મુસાફરોને આધુનિક કોચ સુવિધાઓ સાથે વધુ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. પશ્ચિમ રેલવે દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી વાણિજ્યિક ઔપચારિકતાઓ પૂર્ણ કરવા તેમજ મુસાફરોની જાણકારી માટે વિવિધ માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande