ગીરગઢડા અને વેરાવળમાંથી 17 જુગારીઓ ઝડપી રૂ. 1.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી હેઠળ ગીરગઢડા અને વેરાવળમાં બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 17 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ₹1.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્
ગીરગઢડા અને વેરાવળમાંથી 17 જુગારીઓ ઝડપી રૂ. 1.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.


ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ પોલીસે જુગાર વિરોધી કાર્યવાહી હેઠળ ગીરગઢડા અને વેરાવળમાં બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 17 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ₹1.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સક્રિય છે.પોલીસને મળેલી બાતમીના આધારે, ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામના મફતપુરા વિસ્તારમાં કરણવાડી નજીક જાહેર જગ્યાએ જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. પાડી 9 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મનીષભાઈ ભગુલાઈ ખસીયા, ભાવેશભાઈ હમીરભાઈ બાંભણીયા, જયસુખભાઈ ભીમભાઈ જાદવ, ખોડાભાઈ દુદાભાઈ ગોહિલ, મુકેશભાઈ દિપુભાઈ ગોહિલ, કમલેશભાઈ કનુભાઈ સાંખટ, તપુભાઈ ભાલુભાઈ મકવાણા, પ્રતાપભાઈ હમીરભાઈ ખસીયા અને પરેશભાઈ કનુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત, એલસીબીની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે વેરાવળ શહેરના હુડકો સોસાયટી વિસ્તારમાં ખોડિયાર મંદિરની બાજુમાં આવેલી જાહેર જગ્યાએ પણ જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 8 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.બંને સ્થળોએથી પોલીસે કુલ ₹1,90,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ₹1,65,300 રોકડ, આઠ મોબાઇલ ફોન (અંદાજિત કિંમત ₹36,000), ચાર મોટરસાયકલ (અંદાજિત કિંમત ₹45,000) અને જગારનું સાહિત્યનો સમાવેશ થાય છે.ઝડપાયેલા કુલ 17 ઇસમો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande