
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.)
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાતા કિંદરવા ગ્રામ પંચાયત પરિવાર દ્વારા ભવ્ય સન્માન
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી તરીકે જીતુભાઈ મોહનભાઈ કુહાડા સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કિંદરવા ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ પરમાર, ઉપસરપંચ અરસિંહભાઈ પરમાર તથા પંચાયતના સભ્યો સર્વ મહેશભાઈ પરમાર, દાનશીભાઈ પરમાર, મનુભાઈ પરમાર તેમજ દિલીપગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ આગેવાનો દ્વારા જીતુભાઈ કુહાડાને પુષ્પગુચ્છ અને હારતોરા પહેરાવીને તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાકીય યાત્રાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ