પોરબંદર જિલ્લાના ખેડૂતોને હવે ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાને બદલે એપ્લિકેશન પર લોગિન કરીને મેળવી શકશે
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.) : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે પોરબંદર જિલ્લામાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો એપ્લીકેશનથી મળતો થશે. આગામી 25- ઓગષ્ટથી પોરબંદર સહીત રાજ્યના 12 જિલ્લામાં આ નવી પદ્ધતિથી ખાતર વિતરણ વ્યવસ
પોરબંદર જિલ્લાના ખેડૂતોને હવે ખાતર માટે લાઈનમાં ઊભા રહેવાને બદલે એપ્લિકેશન પર લોગિન કરીને મેળવી શકશે ખાતર.


પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.) : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે પોરબંદર જિલ્લામાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો એપ્લીકેશનથી મળતો થશે. આગામી 25- ઓગષ્ટથી પોરબંદર સહીત રાજ્યના 12 જિલ્લામાં આ નવી પદ્ધતિથી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે. વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફ્રેમવર્ક ફોર ફર્ટીલાઈઝર (FFS) નામની નવી ડિજિટલ વ્યવસ્થા ભારત સરકાર અમલમાં મૂકવામાં આવી છે.

આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે ખાતર માટે લાગતી લાંબી કતારો અને ભીડમાંથી મુક્તિ મળશે. એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના 2 દિવસમાં ખેડૂતે જથ્થો મેળવી લેવાનો રહેશે, જો 2 દિવસમાં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બુકિંગ રદ થઇ જશે અને ફરીથી બુકિંગ કરવાનું રહેશે.

આ નવી પદ્ધતિથી ખેડૂતો કયા ડીલર પાસેથી ખાતરના જથ્થાની વિગતો જાણી શકશે આ ઉપરાંત બુકિંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ ખાતર મેળવી શકાશે, કતારોમાં ઉભા રહેવું નહીં પડે. તેમજ દરેક વેચાણનો ડિજિટલ રેકર્ડ રહેશે, જેથી પારદર્શશિતા વધશે અને નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે. આ નવી પદ્ધતિ લાવવાનો સરકારનો હેતુ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ખાતર મળી રહે, ઉપરાંત ખાતરની થતી કાળાબજારી પર તથા રાસાયણિક ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા (ટેગિંગ) પર રોક લગાવવાનો છે. આ ડીઝિટલ પ્રક્રિયા માટે પોરબંદર જિલ્લાના તમામ ડીલરોને તાલીમ આપી દેવામાં આવી છે. સાથે જ ખેડૂત કોઈ પણ તાલુકા કે વેપારી પાસેથી એક જ ભાવે ખાતર મેળવી શકશે.જેથી તમામ ખેડુત મિત્રોને આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી છે. અને વધુ માહિતી માટે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવા વિનંતી

ખાતર બુક કરવાની 5 સ્ટેપની સરળ પ્રક્રિયા

FFS એપ ડાઉનલોડ કરી ગેટ સ્ટારટેડ પર ક્લિક કરી ગુજરાત રાજ્ય પસંદ કરો. ફાર્મર આઈડી અથવા આધાર અને ઓટીપી દ્વારા લોગિન કરવાંની રહેશે અને જો ફાર્મર આઈડી ન હોય તો જમીનની કેટેગરી પસંદ કરી વિગતો મેન્યુઅલી સબમિટ કરો.માય ફાર્મ ટેબમાં જઈ વાવેતર કરેલ પાક પસંદ કરી કન્ફર્મ કરો.

ત્યારબાદ એપ્લાઈ ફોર ફર્ટીલાઈઝર પર ક્લિક કરીને વૈજ્ઞાનિક ભલામણ કે જરૂરિયાત મુજબ ખાતરનો પ્રકાર અને બેગની સંખ્યા પસંદ કરીને નજીકનું રિટેલ સેન્ટર પસંદ કરવાનું રહેશે સાથેજ ખાતર લેવા જનાર વ્યક્તિની વિગત ભરી સબમીટ કરી અને બુકિંગ બાદ જનરેટ થયેલ QR કોડ કે ટોકન, જે રિટેલરને બતાવી ખાતર મેળવી શકાશે.

ફાર્મર આઈડી ન હોય તો શું કરવું?

રાજ્ય તરીકે ગુજરાત પસંદ કરી, આધાર નંબર અને ઓટીપી દ્વારા ઈ-કેવાયસીપૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ

માલિક (રેકોર્ડમાં નામ હોય, વારસદાર હોય કે માલિકી છતાં રેકોર્ડ અપડેટ બાકી હોય) અથવા માલિક નથી (ફોરેસ્ટ રાઇટ્સ, મંદિર, સરકારી, સામુદાયિક, દબાણ જમીન કે ભાડુત ખેડુત) વિકલ્પ પસંદ કરો.

જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર ભરી ફેચ લેન્ડ પર ક્લિક કરો જેથી ખેડૂતનું નામ અને જમીનના ક્ષેત્રફળની વિગતો આપમેળે આવી જશે.વિગતો ચકાસી Confirm કરી સબમિટ કરો. ત્યાર બાદ વધુ જમીન ઉમેરી શકાશે અથવા પાક અને ખાતરની પસંદગી માટે આગળ વધી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande