કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનોનો સેવાયજ્ઞ: રક્તદાન શિબિર યોજી
ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય માત્ર ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના કેળવવા માટે વિવિધ સમાજ ઉત્થાન અને સેવાકીય પ્રવૃ
રક્તદાન શિબિર


રક્તદાન શિબિર


ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય માત્ર ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના કેળવવા માટે વિવિધ સમાજ ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે.

કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભl એમ. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સર્વ વિદ્યાલયના યુવાનો દ્વારા બ્રહ્માણી કૃપા હોલ, સેક્ટર -૨૩ ખાતે રક્તદાન શિબિરનું આયોજન હીરામણી આરોગ્યધામ સાથે રહી કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં NSS, સર્વ નેતૃત્વ, NCC ના યુવાનો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૩૮ બોટલ રક્તનું દાન કર્યું હતું. રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. યુવાનો દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્ય સમાજ પ્રત્યેની તેમની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રક્તદાન કરનાર તમામ યુવાનો માટે અલ્પાહાર, સર્ટિફિકેટ અને ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રક્તદાન શિબિરના અંતે ડો. ધર્મેન્દ્ર પટેલે રક્તદાન કરનાર તમામ યુવાનો તેમજ શિબિરના આયોજન માટે જોડાયેલા ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નોરિન વૈપના, રાહુલ સુખડિયા અને સ્વયંસેવકો જેમાં દીપ, યુવરાજ, રિયા, પાર્થરાજ, ભૌમિક, આર્યા, પૂર્વા અને રોનકનો આભાર વ્યક્ત કર્યો હતો. હીરામણી આરોગ્યધામથી ડો. મૌલિન પટેલ, આશિષ રાજા અને તેમની સમગ્ર ટીમે હાજર રહી જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande