સુદામાજી મંદિરના પૂજારી પરિવારોને, હાઇકોર્ટ માંથી મોટી રાહત.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ઐતિહાસિક સુદામાજી મંદિર પરિસરમાં પેઢીઓથી રહેતા પૂજારી પરિવારોના રહેઠાણને લઈને ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. મંદિરના વિકાસ અને રિનોવેશન માટે પૂજારી પર
સુદામાજી મંદિરના પૂજારી પરિવારોને, હાઇકોર્ટ માંથી મોટી રાહત.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના

ઐતિહાસિક સુદામાજી મંદિર પરિસરમાં

પેઢીઓથી રહેતા પૂજારી પરિવારોના રહેઠાણને લઈને ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ

કાર્યવાહી થઈ છે. મંદિરના વિકાસ અને રિનોવેશન માટે પૂજારી પરિવારોને રહેણાંક મકાનો ખાલી

કરવા અંગે નોટિસ અપાઈ હતી.

આ કાર્યવાહી સામે રામાવત પરિવાર દ્વારા હાઇકોર્ટમાં

પિટિશન દાખલ કરવામાં આવી હતી.પૂજારી પરિવારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ મંદિરના વિકાસ કે રિનોવેશનના વિરોધમાં નથી, પરંતુ પેઢીઓથી મંદિર પરિસરમાં રહી સેવા કરતા

પરિવારોને યોગ્ય વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા

કર્યા વિના મકાનો ખાલી કરાવવા ન જોઈએ.

સુનાવણી દરમિયાન અદાલતે અરજદારોના રહેઠાણના મુદ્દાને ધ્યાનમાં રાખીને

નોંધ્યું હતું કે, અરજદારોને યોગ્ય વૈકલ્પિક રહેઠાણ માટે

અન્ય મકાન આપવામાં ન આવે અને આપવામાં આવનાર મકાન અંગે પૂજારીઓ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેમને હાલના રહેઠાણ માંથી

ખાલી ન કરાવવામાં આવે.હાઇકોર્ટની આ

કાર્યવાહીથી પૂજારી પરિવારોમાં રાહતની લાગણી જોવા

મળીછે.

પરિવારોનું કહેવું છે કે, મંદિરના

વિકાસમાં તેઓ સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે, પરંતુ પેઢીઓથી જે મકાનોમાં રહીને મંદિરની

સેવા કરતા આવ્યા છે તેમના રહેઠાણનો પણ યોગ્ય ઉકેલ આવવો જરૂરી છે.પૂજારી પરિવારો

દ્વારા વિકાસની કામગીરી સાથે માનવિય અભિગમથી પુનઃસ્થાપન કરવાની માંગ કરવામાં આવી

છે.વૈકલ્પિક રહેઠાણની યોગ્ય વ્યવસ્થા

કર્યા બાદજ હાલના મકાનો ખાલી કરાવવામાં આવે તેવી તેમની રજૂઆત છે.

આ કેસમાં અરજદારો તરફથી સ્થાનિક એડવોકેટ ભરત ગોસ્વામી મારફત હાઇકોર્ટમાં એડવોકેટ વિજયરાજસિંહએ. ઝાલા તથા એડવોકેટ જયરાજ કેતનભાઈ દાણી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande