પાટણમાં ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ અંતર્ગત ચિંતન બેઠક યોજાઈ
પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ અંતર્ગત ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં 600થી વધુ સારસ્વત સભ્યો
પાટણમાં ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ અંતર્ગત ચિંતન બેઠક યોજાઈ


પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ અંતર્ગત ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં 600થી વધુ સારસ્વત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સાથે સંકળાયેલા સેવકથી સંચાલક સુધી સૌ એક પરિવારની જેમ કાર્ય કરી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરે તે અંગે ચર્ચા કરવાનો હતો.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શંકરસિંહ રાણાએ સંગઠનની એકતા પર ભાર મૂક્યો હતો. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલે વર્તમાન પડકારોનો સામનો કરવા તેમજ છેવાડાની શાળા સુધી જીવંત સંપર્ક જાળવી સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ પડતર પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરી હતી. રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા ઉમેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વહીવટી મહામંડળના ઉપપ્રમુખ આનંદભાઈ ત્રિવેદી અને માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ બાબુભાઈ ચૌધરીએ પણ શિક્ષકોને સંગઠિત રહી ‘સંધે શક્તિ: કલૌ યુગે’ના સૂત્રને સાકાર કરવા અપીલ કરી હતી.

સમગ્ર કાર્યક્રમની જવાબદારી પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડૉ. મનીષભાઈ પટેલે સંભાળી હતી. જિલ્લા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંઘના હોદ્દેદારોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. રાજ્ય મહામંડળના માર્ગદર્શક મહાનુભાવોએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે બોર્ડ મેમ્બર જશવંતભાઈ કે. રાવલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande