જામનગર મહાનગર પાલિકાના કમિશનર અને નાયબ કમિશનર દ્વારા સ્વચ્છતા અંગે સરપ્રાઇઝ ચેકિંગ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળી રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં કમિશનર દીપેશ કેડિઆ અને નાયબ કમિશનર ડી. એ. ઝાલા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સરપ્રાઇ
મ્યુનિસિપલ કમિશનરનું સરપ્રાઈઝ ચેકીંગ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળી રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં કમિશનર દીપેશ કેડિઆ અને નાયબ કમિશનર ડી. એ. ઝાલા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ સરપ્રાઇઝ ચેકિંગ યોજવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ દરમિયાન 58 દિગ્વિજય પ્લોટ અને ક્રિષ્ના કોલોની શેરી નંબર 5માં પાણીના લીકેજની સમસ્યા ઉકેલવા અને સઘન સફાઈ હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી. ભાનુપરા-1 વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ઓવરફ્લો અને કાનાનગરમાં જેટિંગ મશીનની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓએ જરૂરી નિર્દેશ આપ્યા હતા. રસ્તા પરના દબાણો હટાવવા સેનિટરી ઇન્સ્પેક્ટરને સતત ફોલોઅપ લેવા, ક્રિષ્ના કોલોનીમાં કચરાના પોઈન્ટ દૂર કરવા તેમજ ફળ વિક્રેતાઓને હાઈજીન જાળવવા કડક સૂચના અપાઈ હતી.

58 દિગ્વિજય પ્લોટના કેળાં વખાર વિસ્તારમાં સિનિયર સિટીઝનો સાથે સંવાદ સાધી ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના સમય અંગે ખરાઈ કરવામાં આવી હતી અને નાગરિકો પાસેથી સ્વચ્છતા અંગે ફીડબેક મેળવાયા હતા. આ ઉપરાંત કાનાનગર સ્થિત ‘નંદઘર’ની મુલાકાત લઈ આંગણવાડી વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરને બાળકોના સ્વાસ્થ્ય અને હાજરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નાગરિકોની સુરક્ષા માટે કાનાનગરમાં ગોકુલ સીટ કવર સામે આવેલા જર્જરિત મકાન સામે કાયદેસરની કાર્યવાહી કરવા ટીપીઓ અને એસ્ટેટ શાખાને કડક આદેશો જારી કરાયા હતા. અંતમાં, મનપાના અધિકારીઓએ તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અને સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande