અખબારનગર અંડરપાસમાં કાર ચાલકે અચાનક બ્રેક મારતા 5 ગાડી અથડાઈ
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં આજે 11 વાગ્યાની આસપાસકાર ચાલકે અચાનક બ્રેક મારતા 5 ગાડી અથડાઈ ગઈ. અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં આજે 31 ઓગસ્ટે પિક અવર્સમાં એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓ એક બાદ એકબ
અખબારનગર અંડરપાસમાં કાર ચાલકે અચાનક બ્રેક મારતા 5 ગાડી અથડાઈ


અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં આજે 11 વાગ્યાની આસપાસકાર ચાલકે અચાનક બ્રેક મારતા 5 ગાડી અથડાઈ ગઈ. અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસમાં આજે 31 ઓગસ્ટે પિક અવર્સમાં એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓ એક બાદ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 ગાડીને નુકસાન થયું હતું. પોલીસે ગાડીઓને રોડની સાઈડમાં કરાવી ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. આ અકસ્માત મામલે કાર ચાલકની ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવશે.

અખબારનગર અંડરપાસમાં આજે 11 વાગ્યાની આસપાસ વાહનોની અવરજવર ચાલી રહી હતી. ત્યારે એક કાર ચાલકે અચાનક જ બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી સ્પીડમાં આવી રહેલી ગાડીઓના ચાલકે પણ બ્રેક મારવી પડી હતી. પરંતુ અચાનક બ્રેક મારવાના કારણે પાછળથી એક બાદ એક પાંચ ગાડીઓ એક બીજા સાથે અથડાઈ હતી. એટલું જ નહીં પાંચ ગાડીઓ બાદ છેલ્લે બીઆરટીએસ બસ પણ અથડાઈ હતી. આ અકસ્માતમાં તમામ ગાડીઓને નુકસાન થયું છે.

અકસ્માતની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. વાહનોની અવરજવર વધુ હોવાથી ટ્રાફિક ન થાય તે માટે પોલીસ દ્વારા ગાડીઓ સાઈડમાં કરાવી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું. કઈ કારના કારણે અકસ્માત થયો તે જાણવા ડેશબોર્ડના કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande