
- ભોપાલના માનસ ભવનમાં, ગુરુવાર સાંજે 04 વાગ્યે યોજાશે અલંકરણ સમારોહ.
ભોપાલ, 05 ઓગસ્ટ (હિ.સ.) મધ્ય પ્રદેશ શાસન સંસ્કૃતિ વિભાગના તુલસી શોધ સંસ્થાન દ્વારા પ્રતિષ્ઠિત વરિષ્ઠ પત્રકાર, લેખક અને રાષ્ટ્રચિંતક રામબહાદુર રાયને વર્ષ-2026 માટે 'પદ્મભૂષણ યુગતુલસી પં. રામકિંકર ઉપાધ્યાય રાષ્ટ્રીય પુરસ્કાર' પ્રદાન કરવામાં આવશે.
આ માહિતી બુધવારે મધ્ય પ્રદેશના આદિજાતિ સંગ્રહાલયના નિર્દેશક સુદેશ શર્માએ આપતા તેમણે જણાવ્યું હતું કે, અલંકરણ સમારોહનું આયોજન ભોપાલના તુલસી માનસ પ્રતિષ્ઠાન (માનસ ભવન)માં ગુરુવાર, 06 ઓગસ્ટના રોજ 04 વાગ્યે કરવામાં આવી રહ્યું છે. સમારોહમાં રાષ્ટ્રચિંતક રામબહાદુર રાયને ઉક્ત પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
01 જુલાઈ 1946 ના રોજ, ગાઝીપુર (ઉત્તર પ્રદેશ) માં જન્મેલા રામબહાદુર રાય હિન્દીના વરિષ્ઠ પત્રકાર, લેખક અને ચિંતક છે. તેઓ હાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના અધ્યક્ષ છે. આ સાથે તેઓ દેશની સૌથી જૂની બહુભાષી સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચારના સમૂહ સંપાદક છે. સમાજ, રાજનીતિ અને સમકાલીન વિષયો પર તેમના લેખન અને સંપાદનને વ્યાપક સન્માન પ્રાપ્ત છે.
રામબહાદુર રાયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યા પછી, રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો. તેમણે સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે બિહાર આંદોલનમાં ભાગીદારી કરી અને 1971 માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનું રિપોર્ટિંગ કર્યું હતું. તેઓ જે.બી. કૃપલાણી મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી રહ્યા. પત્રકારત્વના ક્ષેત્રે વિવિધ યોગદાન: સંવાદદાતા - જનસત્તા (1983), મુખ્ય સંવાદદાતા - જનસત્તા (1984-86), વિશેષ સંવાદદાતા - નવભારત ટાઇમ્સ (1986-91), બ્યુરો ચીફ - જનસત્તા (1991-96), સંપાદક - જનસત્તા સમાચાર સેવા (1996-2004), જેવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પત્ર-પત્રિકાઓમાં સતત સક્રિય લેખન.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ