રામ મંદિરના ચઢાવા ચોરી, વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીને લઈને સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે વિપક્ષી દળોના સાંસદોએ, અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં અનિયમિતતા તથા વિદ્યાર્થી આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી કડક પોલીસ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. નવી સં
સંસદ પરિસરમાં પ્રદર્શન


નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે વિપક્ષી દળોના સાંસદોએ, અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં અનિયમિતતા તથા વિદ્યાર્થી આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી કડક પોલીસ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું.

નવી સંસદ અને સંવિધાન સદન વચ્ચે વિપક્ષી સાંસદોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી જવાબ આપવાની માંગ કરી. સાંસદોએ ગાંધી પ્રતિમા નજીક એકત્ર થઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી કથિત બર્બરતા તથા રામ મંદિર ચઢાવા મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી. પ્રદર્શનકારી સાંસદોએ એક મોટું પોસ્ટર હાથમાં લીધું હતું, જેના પર લખ્યું હતું, “અમિત શાહ જવાબ આપો.”

પ્રદર્શનમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, અવધેશ પ્રસાદ સહિત કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોના અનેક સાંસદો સામેલ હતા.

વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે, વિદ્યાર્થી આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી બળ પ્રયોગ કરવામાં આવ્યો અને સરકાર આ મામલે જવાબ આપવાથી બચી રહી છે. સાથે જ તેમણે અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગ કરી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande