
નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભામાં નીરજ ડાંગીને પાર્ટીના વ્હીપ (સચેતક) તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યસભા સાંસદ રજની અશોકરાવ પાટીલના નિવૃત્તિથી સર્જાયેલી ખાલી જગ્યા ભરવા માટે, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિમણૂક કરી છે.
કોંગ્રેસ સંસદીય પક્ષ દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક નિવેદન અનુસાર, નીરજ ડાંગી રાજ્યસભામાં પાર્ટીના વ્હીપ (સચેતક) તરીકે સેવા આપશે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે. રાજ્યસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના મુખ્ય વ્હીપ (સચેતક) જયરામ રમેશે નિમણૂકનો આદેશ જારી કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ