વનડે વિશ્વ કપ 2027 ક્વોલિફાયર 22 ફેબ્રુઆરીથી, યજમાનનો નિર્ણય બાકી
નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). વર્ષ 2027 આઈસીસી પુરુષ વનડે વિશ્વ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ આગામી વર્ષે 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી આયોજિત કરવામાં આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ, હજુ સુધી ક્વોલિફાયર ટુર્નામેન્ટના યજમાન દેશની
2023 વનડે વિશ્વ કપ -શ્રીલંકા ટીમ


નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). વર્ષ 2027 આઈસીસી પુરુષ વનડે વિશ્વ કપ માટે ક્વોલિફાયર ટુર્નામેન્ટ આગામી વર્ષે 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી આયોજિત કરવામાં આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ, હજુ સુધી ક્વોલિફાયર ટુર્નામેન્ટના યજમાન દેશની સત્તાવાર જાહેરાત કરી નથી.

આઈસીસી દ્વારા જુલાઈમાં જાહેર કરાયેલી નવી ક્વોલિફિકેશન પ્રણાલી અનુસાર, 10 ટીમો ધરાવતા આ ક્વોલિફાયરનો વિજેતા સીધો 2027 એકદિવસીય વિશ્વ કપના 14 ટીમો ધરાવતા મુખ્ય ગ્રુપ તબક્કામાં પ્રવેશ કરશે. જ્યારે, બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કા 'સુપર સિરીઝ'માં રમશે. આ ત્રણ ટીમો વચ્ચેના મુકાબલા પછી ટોચનું સ્થાન હાંસલ કરનારી ટીમને મુખ્ય તબક્કાની અંતિમ ટિકિટ મળશે.

2027 વનડે વિશ્વ કપનું આયોજન 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના 12 મેદાનો પર કરવામાં આવશે.

10 ટીમોનો હશે ક્વોલિફાયર

ક્વોલિફાયરમાં 30 સપ્ટેમ્બર 2026 સુધીની એકદિવસીય રેન્કિંગના આધારે યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને બાદ કરતાં બે સૌથી નીચી રેન્કિંગ ધરાવતી પૂર્ણ સભ્ય (ફુલ મેમ્બર) ટીમો રમશે. આ ઉપરાંત ક્રિકેટ વિશ્વ કપ લીગ-2ની ટોચની ચાર ટીમો અને વિશ્વ કપ ક્વોલિફાયર પ્લેઓફની ટોચની ચાર ટીમો પણ તેમાં ભાગ લેશે.

આઠ ટીમો ધરાવતા ક્વોલિફાયર પ્લેઓફમાં લીગ-2ની સૌથી નીચી ચાર ટીમો તથા ચેલેન્જ લીગની ટોચની ચાર ટીમો રમશે. પ્લેઓફનું ફોર્મેટ હજુ નક્કી થયું નથી, પરંતુ ટોચની ચાર ટીમો વિશ્વ કપ ક્વોલિફાયર માટે સ્થાન બનાવશે.

ચેલેન્જ લીગમાં 12 ટીમોને છ-છ ટીમોના બે જૂથોમાં વિભાજિત કરવામાં આવશે. દરેક જૂથ ત્રણ રાઉન્ડ-રોબિન સ્પર્ધાઓ રમશે અને બંને જૂથોની ટોચની બે ટીમો ક્વોલિફાયર પ્લેઓફમાં પહોંચશે.

વેસ્ટ ઇન્ડિઝ પર લટકી રહી છે, ક્વોલિફાયરની તલવાર

હાલમાં વેસ્ટ ઇન્ડિઝ આઈસીસી એકદિવસીય રેન્કિંગમાં 10મા સ્થાને છે અને 30 સપ્ટેમ્બરની કટ-ઓફ તારીખ પહેલાં તેને ભારત સામે સપ્ટેમ્બરમાં બે એકદિવસીય મુકાબલા રમવાના છે.

વેસ્ટ ઇન્ડિઝના ટોચના આઠમાં પહોંચવાની સંભાવના અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે, ખાસ કરીને અફઘાનિસ્તાન (આઠમા સ્થાને) અને આયર્લેન્ડ (12મા સ્થાને) વચ્ચે રમાનારી પાંચ મેચની એકદિવસીય શ્રેણી પર.

જો આયર્લેન્ડ આ શ્રેણી 4-1 કે 5-0થી જીતે છે અને વેસ્ટ ઇન્ડિઝ ભારત સામે બંને મેચ જીતી લે છે, તો તેના ટોચના આઠમાં પહોંચવાની સંભાવના બની શકે છે, પરંતુ જો અફઘાનિસ્તાન શ્રેણી જીતી જાય છે, તો વેસ્ટ ઇન્ડિઝને લગભગ નિશ્ચિતપણે ક્વોલિફાયરનો માર્ગ અપનાવવો પડશે.

નોંધનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ 2023 વનડે વિશ્વ કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યું ન હતું. હરારેમાં રમાયેલા ક્વોલિફાયરમાં નેધરલેન્ડ્સ સામે સુપર ઓવરમાં મળેલી હારને કારણે તેની વિશ્વ કપમાં સ્થાન બનાવવાની આશાઓ તૂટી ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande