
નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.) અભિનેતા સૂર્યાની આગામી ફિલ્મ 'વિશ્વનાથ એન્ડ સન્સ'નો ઓડિયો લોન્ચ કાર્યક્રમ, તમિલનાડુના કોઈમ્બતૂરમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકોએ ભાગ લીધો. આ પ્રસંગે દિગ્દર્શક વેંકી અટલુરી, સંગીતકાર જી. વી. પ્રકાશ કુમાર અને ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી. સમારોહ દરમિયાન ફિલ્મનું સંગીત સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું.
'વિશ્વનાથ એન્ડ સન્સ' 14 ઓગસ્ટે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં સૂર્યાની ફિલ્મ 'કરુપ્પુ'ને, બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી. આવા સંજોગોમાં તેમની આ નવી ફિલ્મને લઈને પણ દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસરે રિલીઝ થનારી મુખ્ય ફિલ્મોમાં 'વિશ્વનાથ એન્ડ સન્સ'ને પણ મહત્વની માનવામાં આવી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, 'વિશ્વનાથ એન્ડ સન્સ' પછી સૂર્યા દિગ્દર્શક જીતુ માધવનની ફિલ્મ 'એસ47'માં જોવા મળશે. આ ઉપરાંત, તેઓ દિગ્દર્શક ટી. જે. જ્ઞાનવેલની આગામી ફિલ્મ અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી એક નવી પરિયોજનાનો પણ ભાગ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ