
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) પ્રાઇમ વીડિયોએ તેની આગામી હિન્દી ઓરિજિનલ સિરીઝ 'જોબ ટ્રાફિકિંગ'ની પહેલી ઝલક રજૂ કરી છે. પ્રશાંત નાયર દ્વારા નિર્મિત અને નિર્દેશિત આ આઠ એપિસોડની સર્વાઇવલ ડ્રામા સિરીઝ ઑનલાઇન ફ્રોડ અને માનવ તસ્કરીના ખતરનાક ગઠબંધન પર આધારિત છે. સિરીઝનું નિર્માણ સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ અને ચોકબોર્ડ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ પ્રતીક ખન્નૂજા, સમીર ચંદ, વિકેશ ભૂટાની અને શુજાત સૌદાગરે કર્યું છે. આમાં નિમરત કૌર, રોશન મેથ્યુ, કાવ્યા ત્રેહાન અને પવન મલ્હોત્રા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
ભારત અને સાઉથ-ઈસ્ટ એશિયાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ સિરીઝ ઑનલાઇન છેતરપિંડીના તે નેટવર્કને ઉજાગર કરે છે, જેને દુનિયાભરમાં 'પિગ બુચરિંગ' સ્કેમના નામથી ઓળખવામાં આવે છે. વાર્તા એવા યુવાનો પર કેન્દ્રિત છે, જેમને વિદેશમાં સારી નોકરીનું વચન આપીને સરહદો પાર લઈ જવામાં આવે છે અને પછી તેમને મજબૂરન સાયબર છેતરપિંડીના ગૅંગનો ભાગ બનાવી દેવામાં આવે છે. સિરીઝ આ અપરાધ પાછળ છુપાયેલા શોષણ, મજબૂરી અને સંગઠિત નેટવર્કના પડળો ખોલે છે.
'જોબ ટ્રાફિકિંગ' ત્રણ અલગ-અલગ પાત્રોની વાર્તા છે—એક સ્કેમર જે આ જાળમાંથી બહાર નીકળવા માંગે છે, એક છેતરપિંડીનો ભોગ બનેલી ગૃહિણી જે ન્યાયની શોધમાં છે અને એક સીઈઓ જે સંજોગો વચ્ચે ફસાઈ જાય છે. આ ત્રણેયનું જીવન છેતરપિંડી, તૂટેલા વિશ્વાસ અને અપરાધના એવા જાળમાં ફસાઈ જાય છે, જ્યાંથી બહાર નીકળવું સહેલું નથી હોતું. રોમાંચ, ભાવનાઓ અને હાઈ-સ્ટેક ડ્રામાથી ભરપૂર આ સિરીઝ દર્શકોને સાયબર અપરાધની ભયાવહ સચ્ચાઈ અને ઇન્સાનિયતની જંગથી રૂબરૂ કરાવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ