HNGUમાં ABVPનું 24 કલાકનું અલ્ટીમેટમ: પૂરક પરીક્ષાઓ યોજવા અને પરિણામોની હાર્ડ કોપી ઝડપથી ઉપલબ્ધ કરાવવા સહિતની માંગ
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ વિવિધ શૈક્ષણિક પ્રશ્નોને લઈને ઉપકુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપ્યું છે. સંગઠને યુજી-પીજીના સેમેસ્ટર 3થી 6 સુધીના
HNGUમાં ABVPનું 24 કલાકનું અલ્ટીમેટમ, પૂરક પરીક્ષાઓ યોજવા અને પરિણામોની હાર્ડ કોપી ઝડપથી ઉપલબ્ધ કરાવવા સહિતની માંગ કરી.


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ વિવિધ શૈક્ષણિક પ્રશ્નોને લઈને ઉપકુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપ્યું છે. સંગઠને યુજી-પીજીના સેમેસ્ટર 3થી 6 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાઓ યોજવા અને પરિણામોની હાર્ડ કોપી ઝડપથી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

ABVPનું કહેવું છે કે આગામી PSI, કોન્સ્ટેબલ, CCE, TET, TAT તેમજ ખેલ સહાયક જેવી ભરતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સમયસર અરજી કરી શકે તે માટે પૂરક પરીક્ષા અને પરિણામો જરૂરી છે. ઉપરાંત, ડિગ્રી ફોર્મ પ્રક્રિયા સરળ બનાવવા, યોગ્ય ડેટા કલેક્શન વ્યવસ્થા ગોઠવવા અને ફોર્મ સ્વીકાર્યાની રસીદ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના છ જિલ્લાનાં વિદ્યાર્થીઓને હાલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો યુનિવર્સિટી તંત્ર 24 કલાકમાં યોગ્ય નિર્ણય નહીં લે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande