A4 સાઈઝમાં રજૂ કરવાના પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લાના વકીલો અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત હાઈકોર્ટના 1 ઓગસ્ટ, 2026થી તમામ કોર્ટ દસ્તાવેજો A4 સાઈઝમાં રજૂ કરવાના પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લાના વકીલો અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે. વકીલોએ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આ
A4 નિયમ સામે પાટણના વકીલોની અનિશ્ચિત હડતાલ


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત હાઈકોર્ટના 1 ઓગસ્ટ, 2026થી તમામ કોર્ટ દસ્તાવેજો A4 સાઈઝમાં રજૂ કરવાના પરિપત્રના વિરોધમાં પાટણ જિલ્લાના વકીલો અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે. વકીલોએ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે.

રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈએ જણાવ્યું કે, સામાન્ય મુદત અરજી માટે પણ ટાઈપિંગ અને પ્રિન્ટિંગ ફરજિયાત બનવાથી ખાસ કરીને જુનિયર વકીલોને સમય અને ખર્ચની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વકીલ પંકજ વેલાણીએ જણાવ્યું કે, આ નિર્ણયથી વકીલો ઉપરાંત સામાન્ય અને ગરીબ અરજદારો પર પણ વધારાનો આર્થિક બોજ પડશે. સામાન્ય અરજીઓ માટે પણ પ્રિન્ટિંગનો વધારાનો ખર્ચ કરવો પડશે, જે સસ્તા અને સરળ ન્યાયની ભાવનાને અસર કરે છે.

વકીલોએ માંગ કરી છે કે હાઈકોર્ટ આ પરિપત્ર પર પુનઃવિચાર કરે. જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આ પરિપત્રને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande