સરસ્વતી તાલુકાના વામૈયા-અઘારમાં ભાજપની બૂથ પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજાઈ
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી દ્વારા સરસ્વતી તાલુકાના વામૈયા અને અઘાર ગામે બૂથ પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા અને આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી
સરસ્વતી તાલુકાના વામૈયા-અઘારમાં ભાજપની બૂથ પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજાઈ


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી દ્વારા સરસ્વતી તાલુકાના વામૈયા અને અઘાર ગામે બૂથ પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા અને આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.

કાર્યકરો સાથે આત્મીય સંવાદ દરમિયાન પક્ષની વિચારધારા જનજન સુધી પહોંચાડવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી.

બેઠકમાં દરેક બૂથને વધુ સશક્ત, સક્રિય અને સંગઠિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યકરોએ સંગઠનના વિસ્તરણ અને જનસંપર્કને વધુ અસરકારક બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સંકલ્પ ને પૂરો કરવા માટે ઘટતું કરવા બાહેંધરી આપી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande