શિક્ષણ વિભાગે શિક્ષક મુબારકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આપ્યો આદેશ
- ભરૂચમાં શિક્ષણ વિભાગને શર્મસાર કરતો બનાવ ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હતો - સાત વર્ષના વિધાર્થીને પાઈપથી મારતા તેના શરીરે લોહીના ભરોડા પડી ગયા હતા ભરૂચ,01 સપ્ટેમ્બર (હિ.સ.) .ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખ
શિક્ષણ વિભાગે શિક્ષક મુબારકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આપ્યો આદેશ


શિક્ષણ વિભાગે શિક્ષક મુબારકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આપ્યો આદેશ


- ભરૂચમાં શિક્ષણ વિભાગને શર્મસાર કરતો બનાવ ઈખર પ્રાથમિક શાળાના બીજા ધોરણના બાળકને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હતો

- સાત વર્ષના વિધાર્થીને પાઈપથી મારતા તેના શરીરે લોહીના ભરોડા પડી ગયા હતા

ભરૂચ,01 સપ્ટેમ્બર (હિ.સ.) .ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામની કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 2 ના માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના મુબારક નામના શિક્ષકે પ્લાસ્ટિકની પાઇપ વડે નિર્દયતાપૂર્વક માર મારતા શિક્ષણ વિભાગ શર્મશર થયો હતો. માસૂમ બાળક પર થયેલા અત્યાચાર બાદ તેની માતાએ તેના પુત્રને ન્યાય અપાવવા અને અન્ય કોઈના લાડકવાયાની ઉપર આવી કોઈ આપદા ન આવે તે માટે શિક્ષક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેને લઈ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આમોદના ઇખર ગામે શિક્ષક હેવાન બની વિદ્યાર્થીને પાઇપ વડે માર મારવાનો કિસ્સો સામે આવ્યો હતો .આદર્શ કુમાર પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા ધોરણ 2 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો.મુબારક નામના શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો સમગ્ર કિસ્સો બહાર આવતા શિક્ષણ વિભાગે શિક્ષક મુબારકને સસ્પેન્ડ કરવાનો આદેશ સચિન શાહ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપ્યો હતો.

સાત વર્ષના બીજા ધોરણમાં ભણતા વિધાર્થીને આવી ક્રૂર રીતે પાઈપ વડે માર મારતા તેના આખા શરીરે નિશાન બની ગયા હતા.આ બાબતે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તાત્કાલિક નિર્ણય લઈ આ હેવાન શિક્ષક મુબારકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જેથી વાલી મંડળમાં હાશકારો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande