જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ-2026 ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ
જુનાગઢ,1 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026 નું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષા, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટ
જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ-2026 ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ


જુનાગઢ,1 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-2026 નું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષા, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટીમ રમત) તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

ખેલ મહાકુંભ-2026નું ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 સપ્ટેમ્બર 2026 સાંજે 6 કલાક સુધીમાં કરાવવાનું રહેશે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત અંડર-9 , અંડર-11 , અંડર-14 અને અંડર-17 વયજૂથમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ રમતમાં ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ખેલાડીઓએ khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

એક ખેલાડી પોતાની લાગુ પડતી વયજૂથમાં મહત્તમ બે રમતોમાં જ ભાગ લઈ શકશે. બે કરતાં વધુ રમતોમાં કોઈ ખેલાડી ભાગ લઈ શકશે નહીં. બે રમતોમાં ભાગ લેવા માટે બંને રમતોમાં એક જ KMK IDથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. એક જ KMK IDથી બે રમતોમાં રજિસ્ટ્રેશન કરાવી તેમાંથી વિજેતા થનાર ખેલાડી જ રોકડ પુરસ્કાર માટે પાત્ર ગણાશે. જે ખેલાડીઓ પાસે અગાઉનું KMK ID ઉપલબ્ધ હોય તેમણે જૂના KMK IDથી જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અંડર-9 , અંડર-11 , અંડર-14 અને અંડર-17વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ પોતાની શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા પોતાની કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અભ્યાસ ન કરતા ખેલાડીઓ પોતાના વયજૂથ મુજબ ઓનલાઈન ખેલ મહાકુંભની વેબસાઇટ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande