મણિપુરમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના કેડર અને વસૂલી કરનારાઓની ધરપકડ, હેરોઈન અને નશીલા કેપ્સ્યુલ જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસે છેલ્લા 24 કલાકમાં ચલાવવામાં આવેલા અલગ-અલગ અભિયાનોમાં વિવિધ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા ઘણા સક્રિય કેડરો અને કથિત વસૂલી કરનારાઓની ધરપકડ કરી. આ દરમિયાન માદક પદાર
મણિપુરમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના કેડર અને વસૂલી કરનારાઓની ધરપકડ


ઇમ્ફાલ, નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસે છેલ્લા 24 કલાકમાં ચલાવવામાં આવેલા અલગ-અલગ અભિયાનોમાં વિવિધ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા ઘણા સક્રિય કેડરો અને કથિત વસૂલી કરનારાઓની ધરપકડ કરી. આ દરમિયાન માદક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા.

આસામ રાઇફલ્સ પાસેથી મળેલી માહિતીના આધારે, સીડીઓ-ઇમ્ફાલ પશ્ચિમની ટીમે મોઇદાંગપોક વિસ્તારમાં અભિયાન ચલાવીને કેસીપી (પીડબ્લ્યુજી)ના સક્રિય કેડર 26 વર્ષીય થાંગજામ સનાતોમ્બા સિંહ ઉર્ફે થેમ્બુંગની ધરપકડ કરી. તે મોઇદાંગપોક માખા લીકાઈનો રહેવાસી છે.

એક અન્ય અભિયાનમાં, સીડીઓ-ઇમ્ફાલ પશ્ચિમે તકીયેલ ખોંગબલ લૈરાક અચૌબા વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવીને કેસીપી (અપુનબા)ના સક્રિય સભ્ય 26 વર્ષીય સંજેનબામ આલ્બર્ટ મીતેઈ ઉર્ફે લુખોઈની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી. તેના પર વસૂલીની ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે.

પટસોઈ યુનિક-ખોંગ બજાર વિસ્તારમાં ચલાવવામાં આવેલા અભિયાનમાં પીઆરઈ-પીએકે (પીઆરઓ)ના સભ્ય 48 વર્ષીય ખોંગબંતબામ ઇનાઓ સિંહ ઉર્ફે ઇબોયાઈમાની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી 18,500 રોકડા અને એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો.

આ તરફ, લિલોંગ પોલીસ સ્ટેશન અને સીડીઓ-થૌબલની સંયુક્ત ટીમે લિલોંગ ઉસોઈપોકપીથી બીબી લેઇહાન (66) અને મોહમ્મદ ફારૂક (40)ની ધરપકડ કરી. તેમના કબજામાંથી 182 એસપી કેપ્સ્યુલ અને કુલ 133 ગ્રામ હેરોઈન જપ્ત થઈ. જેમાં 12 ગ્રામ હેરોઈન એક સાબુદાનીમાં અને 121 ગ્રામ હેરોઈન 91 પ્લાસ્ટિકની શીશીઓમાં રાખેલી હતી.

એક અન્ય સંયુક્ત અભિયાનમાં, સીડીઓ-ઇમ્ફાલ પૂર્વ અને 31 આસામ રાઇફલ્સે ફાકનુંગ, ઇમ્ફાલ પૂર્વથી કેસીપી (અપુનબા)ના બે કથિત વસૂલી કરનારાઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સેક્ટા માયાઈ લીકાઈ નિવાસી ફિઝામ ચિંગતમ મીતેઈ (22) અને હિઝામ નાનાઓ મીતેઈ ઉર્ફે અકાનાઓ (25) તરીકે થઈ છે. સંબંધિત મામલાઓમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande