
ભાવનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) SIS Limited દ્વારા ભાવનગર જિલ્લાના યુવાનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે તાલુકાવાર ભરતી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવારોને નિયત તારીખે સંબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે જરૂરી લાયકાત અને દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરતી શિબિરોનું આયોજન 15 સપ્ટેમ્બરે ગારિયાધાર, 16 સપ્ટેમ્બરે ઘોઘા, 17 સપ્ટેમ્બરે જેસર, 18 સપ્ટેમ્બરે મહુવા, 19 સપ્ટેમ્બરે પાલિતાણા, 21 સપ્ટેમ્બરે સિહોર, 22 સપ્ટેમ્બરે તળાજા, 23 સપ્ટેમ્બરે ઉમરાળા, 24 સપ્ટેમ્બરે વલ્લભીપુર અને 25 સપ્ટેમ્બરે ભાવનગર તાલુકા પંચાયત ખાતે કરવામાં આવશે. તમામ સ્થળોએ ભરતીનો સમય સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે.
ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ-10 પાસ હોવા જરૂરી છે. ધોરણ-12 પાસ તેમજ સ્નાતક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દરમિયાન જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
પસંદગી પામેલા ઉમેદવારોને લાયકાત અને નિયમો અનુસાર પગાર ઉપરાંત PF, ESIC, મેડિકલ સુવિધા, ગ્રેચ્યુઇટી, બોનસ, પેન્શન સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવશે.
ભાવનગર જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનો માટે સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની આ એક ઉપયોગી તક છે. જિલ્લાના તમામ ઇચ્છુક ઉમેદવારોને નિયત તારીખે સંબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે સમયસર હાજર રહી ભરતી પ્રક્રિયાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA