
સોમનાથ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે જ સેવા અને સુશાસનના 25 વર્ષની રક્તદાન શિબિર, વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમો થકી ‘સેવા સંકલ્પ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસર ખાતે લોકો દ્વારા ’૨૫-આશીર્વાદનો દીવો’ માનવસાંકળ રચવામાં આવી હતી.
’૨૫-આશીર્વાદનો દીવો’ માનવસાંકળના માધ્યમથી લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આજે સોમનાથ મંદિર ખાતે સાંજે ૭:૦૦ કલાકે 'આશીર્વાદનો દીવડો' અને ભવ્ય આરતી કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થશે તેમજ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની વૈવિધ્યસભર ઉજવણી થાય એ માટે વિવિધ મંદિરો અને ઘરઆંગણે દીવો પ્રગટાવી વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવામાં સહભાગી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ