ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની ભવ્ય મહાઆરતી યોજાઈ
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ ટાવર ચોક ખાતે ‘ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. વેરાવળ ટાવર ચોક ખાતે ગણેશ મહોત્સવના મા ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન
ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની


ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ ટાવર ચોક ખાતે ‘ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી.

વેરાવળ ટાવર ચોક ખાતે ગણેશ મહોત્સવના મા ગોવાળિયા મિત્ર મંડળના લાલ’ની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિંદુ સેવા સમાજના પ્રમુખ તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડાના હસ્તે ગણેશજીની આરતી સંપન્ન થઈ હતી. આ ધાર્મિક અવસરે વેરાવળ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઈ દેવડીયા, નાના કોળી વાળા સમાજના પટેલ કિશોરભાઈ વાયલું, કોળી સમાજના અગ્રણી અજયભાઈ ધારેચા, દરબાર સમાજના અગ્રણી રમજુભાઈ ચાવડા, રાજુભાઈ પુરોહિત, સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રકાશભાઈ માલમડી તેમજ કાર્તિકભાઈ વેત્રિવેલ સહિતના વિવિધ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોવાળિયા મિત્ર મંડળના તમામ સભ્યો અને બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી દાદાની આરતી તથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande