નારોલમાંથી ગેરકાયદેસર રીતે કફ સીરપના જથ્થાની હેરફેર કરતા બે આરોપીની પોલીસે કરી ધરપકડ
- 26.75 લાખની કફસીરપ ઝડપાઈ: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારના કાચ તોડી ઝડપી. અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદના નારોલમાંથી ગેરકાયદેસર રીતે કફસીરપના જથ્થાની હેરફેર કરતા બે આરોપીની ધરપકડ કરી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા છે. અમદાવા
Two accused arrested for illegally transporting a quantity of cough syrup from Narol


- 26.75 લાખની કફસીરપ ઝડપાઈ: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારના કાચ તોડી ઝડપી.

અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદના નારોલમાંથી ગેરકાયદેસર રીતે કફસીરપના જથ્થાની હેરફેર કરતા બે આરોપીની ધરપકડ કરી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કફસીરપના જથ્થાની હેરફેર કરતા બે શખસને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા છે.

પોલીસને જોઈને કારચાલકોએ વાહન પૂરઝડપે હંકારી મૂકતાં પોલીસે ચારેય બાજુથી ઘેરાબંધી કરી કારના કાચ તોડી બંન્નેની ધરપકડ કરી છે.

નારોલ પોલીસની ટીમને કફસીરપના જથ્થાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે શંકાસ્પદ કારને રોકવા ઈશારો કરવા છતાં ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. પોલીસે રસ્તા પર કારનો પીછો કરી તેને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. ઘેરાઈ ગયા બાદ પણ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ ચાલુ રાખતાં પોલીસે લાકડીઓ મારી કારના કાચ તોડીને બંનેને ઝડપી લીધા હતા.પોલીસે દાણીલીમડાના રહેવાસી નવાઝહુસેન મકસૂદહુસેન શેખ અને સરવરખાન બિસ્મિલ્લાખાન પઠાણની ધરપકડ કરી છે. કારમાંથી 21.15 લાખની કિંમત ધરાવતી કફસીરપની 1,798 બોટલો મળી આવી હતી. પોલીસે સ્કોર્પિયો કાર સહિત કુલ 26.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂછપરછમાં આ જથ્થો જુહાપુરાના મોઇન સૈયદ પાસેથી પોર્ટર મારફતે મંગાવ્યો હોવાનું ખુલતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande