જૂનાગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી ૨.૦ અંતર્ગત લાભાર્થી પરિવારને મળ્યું પોતાના પાકા મકાનનું સુખ
જુનાગઢ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને પાયાની આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી ૨.૦ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના થ
જૂનાગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજના


જુનાગઢ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને પાયાની આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી ૨.૦ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના થકી જૂનાગઢ શહેરમાં પણ જરૂરિયાતમંદ પરિવારોના પોતાના પાકા મકાનના સ્વપ્નને સાકાર કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢના સુખપુર ગામના લાભાર્થી શ્રીમતી ભટ્ટ મુક્તાબેન વિનોદરાયને શહેરી વિકાસ સત્તા મંડળ, જૂનાગઢ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી ૨.૦ અંતર્ગત પાકા મકાનની સુવિધા પ્રાપ્ત થઈ છે. લાભાર્થી મુક્તાબેનના પુત્ર શ્રી ભટ્ટ કિશોરભાઈ વિનોદરાય પોતાના અનુભવો જણાવતા કહે છે કે, એક સમયે અમારી પાસે લાકડાનું કાચું મકાન હતું. ચોમાસા દરમિયાન વરસાદના કારણે લાકડું ભીનું થઈ જતું અને મકાનના લાકડાના ભાગો તૂટી જતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી અને આવક મર્યાદિત હોવાને કારણે પોતાના ખર્ચે પાકું મકાન બનાવવું અમારા માટે અશક્ય લાગતું હતું.

તેઓ વધુમાં જણાવે છે કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી ૨.૦ થી આજે અમને પોતાનું પાકું મકાન મળ્યું છે. હવે પરિવારને વરસાદ કે અન્ય ઋતુમાં કાચા મકાનની ચિંતા રહેતી નથી. સરકારની આ આવાસલક્ષી યોજનાએ અમારા જેવા સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારના પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande