ભાવનગર રેલવે મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અંતર્ગત સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો
- 200 અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધતાનો સંકલ્પ લીધો ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકારના આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય (MoHUA) તથા જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS)ના નિર્દેશ અનુસાર ‘સ્વચ્છતા હી
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-


- 200 અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધતાનો સંકલ્પ લીધો

ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકારના આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય (MoHUA) તથા જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS)ના નિર્દેશ અનુસાર ‘સ્વચ્છતા હી સેવા (SHS)-2026’ અભિયાનનું આયોજન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 (સ્વચ્છ ભારત દિવસ) સુધી કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે અભિયાનની થીમ “સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત” છે.

આ જ ક્રમમાં ભાવનગર મંડળ ખાતે 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વચ્છતા શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા એસ. કે. મિશ્રા, વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર, ભાવનગરના નિર્દેશનમાં યોજાયો હતો.

મુખ્ય સ્વચ્છતા શપથ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક કચેરીની સામે આવેલા લૉનમાં સવારે 10:30 કલાકે યોજાયો હતો, જેમાં લગભગ 200 અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા, પોતે ગંદકી ન કરવા, અન્ય લોકોને પણ ગંદકી ન કરવા દેવા તેમજ પોતાની કચેરી, કાર્યસ્થળ, ઘર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાની શપથ લીધી હતી.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા હી સેવા-2026 અંતર્ગત યોજાનારી વિવિધ સ્વચ્છતા અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અભિયાનમાં સક્રિય સહભાગિતા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતાને દૈનિક જીવન અને કાર્યસંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવા પર ભાર મૂક્યો હતો.

મુખ્ય કાર્યક્રમની સાથે ભાવનગર મંડળના તમામ વિભાગોના ફિલ્ડ કચેરીઓ, અધિનસ્ત કચેરીઓ તથા વિવિધ એકમ કચેરીઓમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવી હતી. આ વ્યાપક સહભાગિતાના માધ્યમથી મંડળના વિવિધ કાર્યસ્થળો પર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા-2026 અંતર્ગત ભાવનગર મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 સુધી વિવિધ તબક્કામાં વ્યાપક સ્વચ્છતા અને જનભાગીદારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તેમાં સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ રેલવે પરિસર, કચરાનું વિભાજન, જળ સંરક્ષણ, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ, જનજાગૃતિ, શ્રમદાન તથા અન્ય સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો, કોચિંગ ડેપો, યાર્ડ, રેલવે કોલોનીઓ, કચેરીઓ તથા અન્ય કાર્યસ્થળો પર વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત 700થી વધુ CTU (Cleanliness Target Units) તથા Garbage Vulnerable Pointsની ઓળખ કરીને આ સ્થળોએ સમયબદ્ધ સફાઈ, કચરો દૂર કરવા તથા સ્વચ્છ કરવામાં આવેલા સ્થળોના સૌંદર્યીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

અભિયાન અંતર્ગત ‘Swachh Paathshala – Yuva for Swachhata’ પહેલ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવશે. સાથે જ 4-way source segregation, ઘન કચરા વ્યવસ્થાપન તથા પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પુનઃઉપયોગ અંગે જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારો, સ્થાનિક સમુદાય, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા અન્ય હિતધારકોની સક્રિય ભાગીદારી દ્વારા સ્વચ્છતાને જનભાગીદારી આધારિત જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી રેલવે પરિસરોના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોને સતત પ્રોત્સાહિત કરવામાં આવશે.

“સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત”ના સંદેશ સાથે ભાવનગર મંડળ મુસાફરો અને સામાન્ય જનતા માટે સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી રેલવે પરિસર સુનિશ્ચિત કરવાની દિશામાં સતત પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande