વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન શિબિર યોજાઈ
વેરાવળ ખાતે સાંસદ રાજેશભાઈ સહિત મહાનુભાવોએ શિબિર સ્થળે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા સાથે સન્માનિત કર્યા ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં સેવા મેરા ય
સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન શિબિર


વેરાવળ ખાતે સાંસદ રાજેશભાઈ સહિત મહાનુભાવોએ શિબિર સ્થળે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા સાથે સન્માનિત કર્યા

ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર રાષ્ટ્રમાં સેવા મેરા યોગદાન અભિયાન દ્વારા થઈ રહી છે. તેના ઉપલક્ષ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં કોમ્યુનિટી હોલ વેરાવળ, આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષ સુધી સફળ નેતૃત્વ કર્યું છે.

વડાપ્રધાનના આ સફળ નેતૃત્વની વિશેષ ઉજવણી કરતા ગીર સોમનાથ જિલ્લામાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ સહિતના વિવિધ સેવા સંકલ્પો દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી પણ વિશેષ રીતે કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ એક મહિનો સેવા સંકલ્પ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રીના જનસેવાથી રાષ્ટ્રસેવાની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે.

વધુમાં સાંસદએ આ ઉપક્રમમાં સાંજે ૭.૦૦ કલાકે સોમનાથ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનના ‘વિકસિત ભારત નિર્માણ’ના સંકલ્પનું નિર્માણ કરવામાં સૌ સાથે મળીને સહયોગ આપે એવો નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વેરાવળ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર અને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ પ્રેરક રીતે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. આ તકે, ઉપસ્થિત સર્વેએ શપથ લઈ નિયમિત રક્તદાન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ઉપરાંત સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી તેમજ આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ, કોડિનાર ખાતે અને વરસિંગપુર રોડ, યોગ ભવન, ઉના ખાતે દિવ્ય જ્યોતિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરૂણ રોય, ક્ષય અધિકારી ડૉ.શિતલ રામ, સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જિજ્ઞેશ પરમાર, ડૉ.દિવ્યેશ ગૌસ્વામી, ડૉ.એચ.ટી.કણસાગરા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગીરીશ ઠક્કર સહિત અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande