તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના સફળ નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત પર્યાવરણીય પહેલ ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજથી રાજ્યભરમાં એક માસ સુધી વિવિધ સે
GSRTC


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના સફળ નેતૃત્વના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત પર્યાવરણીય પહેલ

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજથી રાજ્યભરમાં એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ, વડાપ્રધાનના સફળ નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થવાના આ ખાસ પ્રસંગે વિશિષ્ટ આયોજનો હાથ ધરાયા છે. આ ‘સેવા યાત્રા’ના ભાગરૂપે GSRTC દ્વારા એક પર્યાવરણલક્ષી અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થળો કે મેળાઓમાં આવતા જે પણ યાત્રિકો સિંગલ-યુઝ પ્લાસ્ટિક લાવશે, તેમને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ પ્રોત્સાહિત કરવા માટે GSRTC દ્વારા નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરવામાં આવશે.

આ ખાસ તબક્કે, 15 લાખ જેટલા યાત્રિકોની નિષ્ઠાપૂર્વક સેવા કરવા બદલ અને વ્યવસ્થા જાળવવા બદલ મંત્રી માળીએ GSRTCના તમામ ડ્રાઇવરો, કંડક્ટરો તેમજ સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જીએસઆરટીસીના કામગીરીને બિરદાવતા ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દિન-પ્રતિદિન પોતાની મુસાફર સેવાઓનો વ્યાપ વધારી રહ્યું છે. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ પરિવહન પૂરું પાડવામાં GSRTC હંમેશા અગ્રણી ભૂમિકા ભજવે છે. આ જ પરંપરાને જાળવી રાખીને, આ વખતે પણ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સુરક્ષિત તથા સુચારૂ મુસાફરીનું સંચાલન કરવા માટે નિગમ સંપૂર્ણ રીતે તત્પર છે.

નિગમની આ ઉત્કૃષ્ટ સેવાઓથી રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રાળુઓની મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande