
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના રાધનપુર રોડ પર શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘મહેસાણા કા રાજા’ ગણેશ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ગણેશ મહોત્સવ અંતર્ગત ગજાનંદ ગણપતિદાદાની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ગણપતિદાદાના દર્શન કરી પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. ગણેશ મહોત્સવને લઈને સ્થળ પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવમાં ગણપતિદાદાની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણપતિદાદાના દર્શન માટે પહોંચતા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આરતી બાદ ઉપસ્થિત ભક્તોએ ગણપતિદાદાના આશીર્વાદ અને પ્રસાદનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR