વરસાદ, ખરાબ હવામાનના કારણે મુંબઈ થી રાજકોટ આવતી 2 ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ
રાજકોટ,18 સપ્ટેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્રમાં વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આજે સવારની મુંબઈની બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેના કારણે
indigo flights at rajkot


રાજકોટ,18 સપ્ટેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્રમાં વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આજે સવારની મુંબઈની બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેના કારણે આ બંને ફ્લાઈટમાં મુસાફરી કરતા 200થી વધુ હવાઈ મુસાફરોને કલાકો સુધી પરેશાની ભોગવવી પડી હતી.

રાજકોટના હિરાસર પાસે વરસાદને કારણે એર ક્રાફટનું ઉતરાણ મુશ્કેલ બન્યું છે અને એટલા માટે જ બન્ને ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી પરંતુ આજના દિવસમાં વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોને જણાવ્યા પ્રમાણે, એર ઇન્ડિયાની સવારે 8 વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચતી AIC 1AF ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે વડોદરા ડાયવર્ટ કરવામાં આવેલી છે. જેમાં 100 થી વધુ મુસાફરો હવાઈ મુસાફરી કરી રહ્યા હતા. આ ઉપરાંત ઈન્ડિગોની 8.40 વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચતી IGO 5156 ફ્લાઇટ પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં પણ 100થી વધુ હવાઈ મુસાફરો મુંબઈથી રાજકોટ આવી રહ્યા હતા.

રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસર નજીક વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેને કારણે રાજકોટ આવતી બે ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ થઈ ચૂકી છે. હજુ વધુ ફ્લાઈટ ડાયવર્ટ થાય તેવી સંભાવના છે જોકે તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande