કડામાં બલરામ જયંતિ નિમિત્તે ખેડૂત આગેવાનોની બેઠક, પ્રશ્નો અને પ્રાકૃતિક ખેતી અંગે મંથન
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર તાલુકાના કડા ગામે શ્રી સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગાયત્રી યજ્ઞ, માતાજીની પૂજા અને બલરામ ભગવાનની ભક્તિ કરવામાં આવી હતી. આ સાથે ખ
કડામાં બલરામ જયંતિ નિમિત્તે ખેડૂત આગેવાનોની બેઠક, પ્રશ્નો અને પ્રાકૃતિક ખેતી અંગે મંથન


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર તાલુકાના કડા ગામે શ્રી સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગાયત્રી યજ્ઞ, માતાજીની પૂજા અને બલરામ ભગવાનની ભક્તિ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂત આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્નો, ભાવિ આયોજન અને ખેતીની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં વિસનગર તાલુકાના ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ, કારોબારી સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેવી પદ્ધતિઓ, ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નો અંગે સંગઠનાત્મક રીતે આગળની કામગીરી કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

આગામી 20થી 25 દિવસમાં વિસનગર ખાતે 150થી 200 ખેડૂતોની બેઠક યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો અને ખેતી સંબંધિત મુદ્દાઓ અંગે આગળની કામગીરીનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં ઘાઘરેટ ગામની 8 બહેનોએ ગાયત્રી યજ્ઞ અને બલરામ ભગવાનની પૂજાની ધાર્મિક વિધિ કરી હતી. ભારતીય કિસાન સંઘના મહેસાણા જિલ્લા પ્રમુખ ભરત પટેલ સહિત તાલુકાના પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટીઓ અને સ્થાનિક ખેડૂતોનો પણ સહયોગ મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande