મહેસાણામાં વોટર રિક્લેમેશન પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ, શુદ્ધ પાણીના પુનઃઉપયોગ પર ભાર
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વામી વિવેકાનંદ (પરા) તળાવ પાસે આવેલા 1.0 MLD ક્ષમતાના STP પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્લાન્ટ ખાતે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મેયર સોનલબેન ઓઝા, કમિશનર શ
મહેસાણામાં વોટર રિક્લેમેશન પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ, શુદ્ધ પાણીના પુનઃઉપયોગ પર ભાર


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વામી વિવેકાનંદ (પરા) તળાવ પાસે આવેલા 1.0 MLD ક્ષમતાના STP પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્લાન્ટ ખાતે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મેયર સોનલબેન ઓઝા, કમિશનર શાલિની દુહાન, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા. તેમણે પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી.

વોટર રિક્લેમેશન એન્ડ વોટર રી-યુઝ પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ STPમાં શુદ્ધ થયેલા પાણીનો ફરીથી ઉપયોગ વધારવાનો છે. શુદ્ધ થયેલા પાણીનો યોગ્ય રીતે પુનઃઉપયોગ કરવામાં આવે તો પીવાના પાણી સિવાયની જરૂરિયાતોમાં અન્ય સ્ત્રોતો પરનું નિર્ભરતા ઘટાડી શકાય છે.

સ્થળ નિરીક્ષણ દરમિયાન પ્લાન્ટની કામગીરી, શુદ્ધ પાણીના પુનઃઉપયોગની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જળસંરક્ષણ અને પાણીના સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે આવા પ્રોજેક્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પ્લાન્ટના અસરકારક ઉપયોગથી શુદ્ધ થયેલા પાણીનો પુનઃઉપયોગ વધારવાની સાથે પાણીના સંસાધનોના સંરક્ષણમાં પણ મદદ મળી શકે છે. શહેરમાં પાણીના વપરાશને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વોટર રી-યુઝની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande