સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની પૂજા, રંગોળી અને ગરબા સાથે ઉજવણી.
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટી પરિસરમાં પૂજા-અર્ચના, દીવાની થીમ પર રંગોળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન ન
સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં PM મોદીના જન્મદિવસની  પૂજા, રંગોળી અને ગરબા સાથે ઉજવણી.


સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં PM મોદીના જન્મદિવસની  પૂજા, રંગોળી અને ગરબા સાથે ઉજવણી.


સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં PM મોદીના જન્મદિવસની  પૂજા, રંગોળી અને ગરબા સાથે ઉજવણી.


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટી પરિસરમાં પૂજા-અર્ચના, દીવાની થીમ પર રંગોળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સુંદર રંગોળીઓ બનાવી હતી. ત્યારબાદ ગણેશ પૂજા અને મહાઆરતી યોજાઈ હતી. ધાર્મિક કાર્યક્રમ બાદ માતાજીની આરાધના સાથે આનંદના ગરબા પણ રમાયા હતા.

આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર, રજિસ્ટ્રાર, વિવિધ કોલેજોના ડીન, અધ્યાપકો, કર્મચારીઓ અને 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande