ભાદરવી પૂનમ નિમિતે પાટણથી 80થી વધુ પગપાળા સંઘ અંબાજી જશે
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવી પૂનમના મેળા નિમિત્તે પાટણ જિલ્લામાંથી 80થી વધુ પગપાળા સંઘો 21 સપ્ટેમ્બરથી અંબાજી તરફ પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે. સંઘોએ શ્રી ભાદરવી પૂનમયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્ય
ભાદરવી પૂનમ: પાટણથી 80થી વધુ પગપાળા સંઘ અંબાજી જશે


ભાદરવી પૂનમ: પાટણથી 80થી વધુ પગપાળા સંઘ અંબાજી જશે


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવી પૂનમના મેળા નિમિત્તે પાટણ જિલ્લામાંથી 80થી વધુ પગપાળા સંઘો 21 સપ્ટેમ્બરથી અંબાજી તરફ પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે. સંઘોએ શ્રી ભાદરવી પૂનમયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઉતારાના સ્થળ સુધી વાહનો લઈ જવા માટે ઓનલાઈન પરવાનગી પણ મેળવી છે. યાત્રા દરમિયાન ‘બોલ મારી અંબે’ના નાદ સાથે સંઘો વાજતે-ગાજતે અંબાજી જવા રવાના થશે.

પાટણના કસારવાડા યુથ ક્લબ અને શાહનાપાડાના મણીભદ્ર યુવક મંડળના સંઘો છેલ્લા 26 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરી રહ્યા છે. ઝીણીપોળ જય અંબે પગપાળા સંઘ આ વખતે 28મા વર્ષે પ્રવેશી રહ્યો છે, જેમાં 100થી વધુ પદયાત્રીઓ જોડાશે. 21 સપ્ટેમ્બરની રાત્રે રામજી મંદિરે માતાજીની આરતી બાદ સંઘ પ્રસ્થાન કરશે. હાલમાં રથ, માંડવી અને ટ્રેક્ટરને શણગારવાનું કામ ચાલી રહ્યું છે.

ગુર્જરવાડા યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ પણ 32 વર્ષથી આ પરંપરા જાળવી રહ્યો છે અને આ વર્ષે 33મું વર્ષ છે. 120થી વધુ પદયાત્રીઓ 21 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે આરતી કર્યા બાદ અંબાજી જવા રવાના થશે. સંઘો ઉપરાંત અનેક શ્રદ્ધાળુઓ પણ ધજા-પતાકા સાથે વ્યક્તિગત રીતે અથવા નાના જૂથોમાં પગપાળા યાત્રા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande