તાંતીવેલા ખાતે મિશન મધમાખી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
- મધમાખીની ભૂમિકા, મધપેટીની રચના, મધમાખી ઉછેર થકી આવકના સ્ત્રોત સહિતની સમજ અપાઈ. ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળ તાલુકાના તાંતીવેલામાં મહાકાળી કોકોનટ નર્સરી ખાતે મિશન મધમાખી અંતર્ગત ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂત તાલી
તાંતીવેલા ખાતે મિશન મધમાખી


- મધમાખીની ભૂમિકા, મધપેટીની રચના, મધમાખી ઉછેર થકી આવકના સ્ત્રોત સહિતની સમજ અપાઈ.

ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળ તાલુકાના તાંતીવેલામાં મહાકાળી કોકોનટ નર્સરી ખાતે મિશન મધમાખી અંતર્ગત ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂત તાલીમ યોજાયો હતો. આ તાલિમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના કૃષિ નિષ્ણાંત રમેશભાઇ રાઠોડ તથા બાગાયત વિભાગના બાગાયત અધિકારીશ્રી વિજયભાઇ બારડ દ્વારા ખેડૂતોને મધમાખી પાલનનો પરિચય અને મહત્વ, મધમાખી પેટીની રચના અને ઉપયોગ, રાણી મધમાખી, કામદાર અને નર મધમાખીની ભુમિકા, ફૂલોના સ્રોત અને પરાગનયનનું મહત્વ, મધમાખી ઉછેર થકી ખેડુતો માટે વધારાની આવકની તકો, મધમાખી પાલન દરમિયાન સલામતી અને જરુરી સાવચેતી અને બાગાયત ખાતા દ્વારા આપવામા આવતી મિશન મધમાખી અંતર્ગત સહાયની તેમજ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેઅંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલિમ કાર્યક્રમમાં આત્મા વિભાગના અધિકારી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. આમ, મિશન મધમાખી અંતર્ગત ખેડૂત તાલીમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થીત રહીને મધમાખી ઉછેર, પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. બાગાયત વિભાગના બાગાયત મદદનીશ કુ. કે.એ.કાપડીયા તથા મધમાખી સહાયક ભૂમીબેન મોરીએ આભારવિધિ કરી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande