શ્રમ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કદવાર, એલમપુર અને ભીમદેવળ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયા
- અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ ઇ-શ્રમ કાર્ડના લાભોથી મા
શ્રમ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કદવાર,


- અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ

ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ ઇ-શ્રમ કાર્ડના લાભોથી માહિતગાર થાય એવા હેતુસર કદવાર, એલમપુર અને ભીમદેવળ ખાતે કાર્યક્રમો યોજાયા હતાં. કેન્દ્ર સંચાલક જે. બી. ખૂંટડ દ્વારા સુત્રાપાડા તાલુકાના કદવાર ખાતે અને કેન્દ્ર સંચાલક એચ. બી. મેઘનાથી દ્વારા ઉના તાલુકાના એલમપુર ખાતે કેન્દ્ર સંચાલક એ. વી. પંડયા દ્વારા તાલાલા તાલુકાના ભીમદેવળ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં કેન્દ્ર સંચાલકો દ્વારા હાજર રહેલ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બોર્ડ દ્વારા ચાલી રહેલ વિવિધ યોજનાઓ જેવી કે મરણોતર ક્રિયા (અંત્યેષ્ઠી) સહાય યોજના, જેમાં રૂ.૧૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. ગુજરાત સામૂહિક જુથ (જનતા) અકસ્માત વિમા યોજના (શ્રમિક સુરક્ષા યોજના) જેમાં રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. તે માટેના જરૂરી આધાર-પુરાવાઓ અને પ્રક્રિયા અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. શ્રમયોગીઓ વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં, મરણોતર ક્રિયા સહાય યોજના માટેની અરજીઓ સન્માન પોર્ટલ પર ઓનલાઈન કરવા અંગેની તમામ જરૂરી સમજ આપવામાં આવી હતી. શ્રમયોગીઓ પોતાના ઘરે બેસીને જ જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરી ઓનલાઈન અરજી કરી શકે છે તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.

યોજનાઓ અંગે વધુ માહિતી કે સહાય મેળવવા માટે અત્રેની સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગીર સોમનાથનો સંપર્ક કરવા અથવા ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળના કેન્દ્ર સંચાલકો પાસેથી માહિતી મેળવવાની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande