સાંતલપુરમાં ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુરમાં SOG પોલીસે માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા 38 વર્ષીય લાખા નાથાભાઈ રબારીને ઝડપી પાડ્યો છે. આરોપી ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં લોકોની સારવાર કરતો હતો. પોલીસન
સાંતલપુરમાં ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, ₹24,841નો મુદ્દામાલ જપ્ત.


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુરમાં SOG પોલીસે માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા 38 વર્ષીય લાખા નાથાભાઈ રબારીને ઝડપી પાડ્યો છે. આરોપી ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં લોકોની સારવાર કરતો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે બે પંચો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢુત્રાના ફાર્માસિસ્ટની હાજરીમાં દુકાન પર દરોડો પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હોવાનું અને કોઈ માન્ય તબીબી લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું.

દરોડા દરમિયાન પોલીસે સ્ટેથોસ્કોપ, બીપી મશીન, સિરપ, ડ્રોપ્સ, સિરિંજ, વિવિધ એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹24,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દુકાન સાંતલપુરના નિરંજનભાઈ સંધવીની હોવાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે લાખાભાઈ રબારી સામે BNS કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande