મહેસાણા આરોગ્ય વિભાગની બે નવીન પહેલને ગાંધીનગરની GRIP સમિટમાં વિજેતા ટ્રોફી
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે યોજાયેલી 2nd Regional GRIP Summit-2026માં મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની બે નવીન પહેલને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરે IIPHGના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલી સમિટમાં જાહેર આરોગ્ય ક્ષેત્ર
Mehsana health work held


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે યોજાયેલી 2nd Regional GRIP Summit-2026માં મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની બે નવીન પહેલને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરે IIPHGના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલી સમિટમાં જાહેર આરોગ્ય ક્ષેત્રે Good, Replicable & Innovative Practices (GRIP)ને પ્રોત્સાહન આપવા વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નવીન કામગીરીનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું.

સમિટમાં મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ JATANને પ્રથમ વિજેતા ટ્રોફી પ્રાપ્ત થઈ હતી. સમુદાય સ્તરે કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટેની કામગીરી રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અપના ઘર આશ્રમ, ઉમતા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વિસનગર દ્વારા કરવામાં આવેલી નવીન અને અનુસરણ કરી શકાય તેવી આરોગ્યલક્ષી કામગીરીને પણ વિજેતા ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર, હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસિસ, ગાંધીનગર દ્વારા આયોજિત આ સમિટમાં સરકારી તથા ખાનગી આરોગ્ય સંસ્થાઓની વિવિધ શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની બંને પહેલને મળેલી માન્યતાને આરોગ્ય ક્ષેત્રે નવીન અભિગમ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande