
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં ‘નમો સેવા અનકહી કહાની’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના ભાગરૂપે મહેસાણા શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.
શેરી નાટકોના માધ્યમથી દેશના વિકાસમાં થયેલા પરિવર્તનો, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવેલા સેવા કાર્યોની માહિતી રજૂ કરવામાં આવી હતી. નાટ્ય ટીમના કલાકારોએ વિવિધ પાત્રો અને પ્રસંગોના જીવંત અભિનય સાથે સર્જનાત્મક અને સંગીતમય રજૂઆત કરી સરકારી યોજનાઓ અંગેની માહિતી નાગરિકો સુધી પહોંચાડી હતી.
અભિયાન અંતર્ગત મહેસાણા શહેરના જુના બસ સ્ટેન્ડ ખાતે તેમજ જોટાણા તાલુકાના સાંથલ અને બેચરાજી તાલુકાના છેટાસણા ગામ ખાતે શેરી નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શેરી નાટકો દ્વારા યોજનાઓ અને જનસેવા સાથે જોડાયેલી માહિતી સરળ રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR