




અંદાજિત 1.25 લાખ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાથી ભાવનગર 200 કીમીનો રસ્તો ટૂંકો થશે
સાબરમતી ,મહી ,ઢાઢર અને નર્મદા તેમજ સૌરાષ્ટ્રની 7 નાની નદીઓનું જોડાણ થશે
13 હજાર મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થતા વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ બનશે
ભરૂચ 26 સપ્ટેમ્બર (હિ.સ.)
જળ સહયોગથી જળ-સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધતા નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક 2026 દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે જળ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સહયોગ કરારોના અવસર પર ગુજરાત રાજ્ય સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે ગુજરાત અને ખાસ કરીને 1.25 લાખ કરોડના ખર્ચે અંકલેશ્વર પાણીયાદરાથી ભાવનગર 60 કિલોમીટરનો 16 લેન રસ્તો તેમજ ખાસ વિશેષતા 4 લેન રેલ્વે ટ્રેક સાથે આવનાર આઠથી 10 વર્ષમાં નિર્માણ પામશે.
નેધરલેન્ડના સહયોગના માધ્યમથી કલ્પસર પરિયોજના, ક્ષમતા નિર્માણ તથા આધુનિક તકનીકી જ્ઞાન અને વિશેષજ્ઞતાના આદાન-પ્રદાનને નવી ગતિ મળશે. આ ભાગીદારી જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક અનુભવોને જણાવતા જળવાયુ-અનુકૂળ અને દીર્ઘકાલિક જળ સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
જળ સુરક્ષાથી જન સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં આ સહયોગ એક અર્થપૂર્ણ કદમ બની રહેશે. ભરૂચ પાણીયાદરાથી ભાવનગર 60 કિલોમીટરનો 16 લેનનો રસ્તો આવનાર સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે .આ રસ્તામાં સાબરમતી ,મહી , ઢાઢર અને નર્મદા સહિત ભાવનગરની સાત નદીઓનું પણ જોડાણ કરવામાં આવશે. 13 લાખ મિલિયન ઘન મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થતાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ બનશે .સૌરાષ્ટ્રના 9 જિલ્લા 42 તાલુકાના 10 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. ભાવનગર જવાનો રસ્તો 200 કિમીનો ટૂંકો થશે .લાખો લિટર ઇંધણ બચશે લોકોનો સમય બચશે. દરિયાના પાણીથી ખારપાટ હજારો હેક્ટરમાં ફેલાઈ ગયો છે તે આખો વિસ્તારનું પાણી મીઠું થશે અને ભૂગર્ભ જળ ઊંચું આવશે ખેડૂત સમૃદ્ધ થશે .આ પ્રોજેક્ટને તૈયાર થતા 8 થી 10 વર્ષ લાગશે .આ પ્રોજેક્ટ માટે સરકારે નેધરલેન્ડ સાથે એમઓયુ કર્યા છે. હજુ ડીપીઆર કર્યું છે તેના પ્લાન એસ્ટીમેટની કામગીરી બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરી પ્રોજેક્ટ પ્રગતિમાં આગળ વધશે તેમ ગુજરાત રાજ્ય સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જળ સંરક્ષણ, નવાચાર અને આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી 'જળ-સુરક્ષિત અને ક્લાઈમેટ રેસિલિએન્ટ ભારત' ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નિરંતર આગળ વધી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ