
મુંબઈ, નવી દિહી, 28 સપ્ટેમ્બર (હિ.સ.) 'બિગ બોસ 20'ના તાજા 'વીકએન્ડ કા વાર' એપિસોડમાં સલમાન ખાને સોશિયલ મીડિયા પર બનાવવામાં આવી રહેલા ફર્જી એઆઈ અને ડીપફેક વીડિયોને લઈને સખત નારાજગી વ્યક્ત કરી.
અભિનેતાએ જણાવ્યું કે, તેઓ પોતે પણ આવા ફર્જી વીડિયોનો શિકાર બની ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઘણી વાર લોકો આ વીડિયોને અસલી સમજીને સોશિયલ મીડિયા પર શેર કરી દે છે, જ્યારે તેમને બનાવનારા જાણી જોઈને ભ્રામક સામગ્રી તૈયાર કરે છે. સલમાને આવા લોકો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી.
સલમાને એઆઈ ટેકનિકના ખોટા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કોઈના અવાજની નકલ કરીને તેનો વાંધાજનક રીતે ઉપયોગ કરવો એ ગંભીર મામલો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, આખરે આવા ફર્જી વીડિયો બનાવનારા અને ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન થવી જોઈએ! અભિનેતાએ કહ્યું કે, જે લોકો જાણે છે કે, વીડિયો નકલી છે અને તેમ છતાં તેને તૈયાર કરીને પ્રસારિત કરે છે, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ. તેમણે આવા મામલાઓમાં દોષિતોને જેલ મોકલવાની વાત પણ કહી.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફર્જી અને ભ્રામક સામગ્રી પર નિયંત્રણ માટે કડક નિયમોની જરૂરિયાત જણાવતા તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવશે. તેમણે એ પણ કહ્યું કે, ડીપફેકનો પ્રભાવ ફક્ત કલાકારો સુધી સીમિત નથી, પરંતુ સામાન્ય લોકો અને તેમના પરિવારોને પણ તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. તેમના નિવેદન પછી સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ પણ એઆઈ અને ડીપફેકના દુરુપયોગ વિરુદ્ધ તેમની ચિંતાનું સમર્થન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ