જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશના દરબારમાં વહેલી સવારથી કૃષ્ણભક્તોની ભીડ
દ્વારકા/અમદાવાદ,04 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસ
On the day of Janmashtami, a crowd of Krishna devotees thronged the court of Lord Dwarka since early morning.


દ્વારકા/અમદાવાદ,04 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસે ભગવાનના જન્મસ્થળની પાવન નગરીમાં રહીને મધરાતે યોજાતા જન્મોત્સવના સાક્ષી બનશે. મધ્યગુજરાતના લોકો ડાકોર અને ઉત્તરગુજરાતના લોકો શામળાજીમાં કૃષ્ણજન્મના સાક્ષી બનશે.

ભગવાનની નગરી દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. અહીં ભક્તો મોટી સંખ્યામાં જગતનના નાથના દર્શન કરવા ઉમટી પડ્યા છે. અહીં એક ગ્રુપ મધ્યપ્રદેશના ભોપાલથી આવ્યું છે. આ 60થી 70 લોકો 50 વર્ષથી વધારે વર્ષોથી અહીં આવે છે. જન્માષ્ટમીના દિવસે અહીં ભગવાનના દર્શ કરીને ધન્ય બને છે.

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમજ શામળાજી વિષ્ણુમંદિર અને ડાકોર રણછોડરાય મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મદિવસ ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાગત વિધિ-વિધાન સાથે ઉજવવામાં આવશે.

જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન કરાવાશે. શામળાજીમાં 100થી વધુ મટકીઓ ફોડાશે, તો ડાકોરમાં જન્માષ્ટમી પર દ્વારકા જેવુ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે.

ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવને લઈને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દ્વારકામાં શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે. લાખો ભક્તો માટે આ પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી સાથે આધ્યાત્મિક જોડાણનો અવસર પણ બનશે.

મધરાતના જન્મોત્સવ માટે વારાદાર પૂજારી દ્વારા સુરત અને બનારસના કલાકારો પાસે ખાસ 10 મીટર કાપડમાંથી કેસરી રંગના વાઘા તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં 1 થી 1.5 કિલો ચાંદીના તારનું ભરતકામ અને હીરાજડિત કારીગરી કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. 1 થી 1.25 લાખ છે. રાત્રે 11 વાગ્યે જન્મ પૂર્વ પંચામૃત અભિષેક બાદ ઠાકોરજીને આ વિશેષ વાઘા અને રત્નજડિત કુલેર મુગટ ધારણ કરાવી દિવ્ય શૃંગાર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande