
- યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા BAOU ના ઉપક્રમે આયોજિત શિબિરમાં યુવાનોને મળ્યું નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણનું પ્રશિક્ષણ
અમદાવાદ,05 સપ્ટેમ્બર (હિ.સ.) યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત 'માય ભારત' અમદાવાદ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના સહયોગથી આયોજિત 'ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ'નો સમાપન સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સચિન શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ડૉ. ભાવિન ત્રિવેદી કુલસચિવ, ડૉ. નિશા જોશી તથા આયોજક પ્રિતેશ કુમાર ઝવેરી ની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.અમી ઉપાધ્યાયનું સતત માર્ગદર્શન મળ્યું હતું તથા તેમના માર્ગદર્શન માં કાર્યક્રમ દરમિયાન પ્રતિભાગી યુવાનો સાથે સંવાદ સેતુ કાર્યક્રમનું પણ સફળ આયોજન કરાયું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માય ભારત, અમદાવાદના જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોનફિડેન્ટ પબ્લિક spikinh એકેડેમીથી ત્રણ પ્રશિક્ષકો સંયમ જૈન, ચેતના સંઘવી અને નિધિ સલેચા દ્વારા મંત્રાલય અધિકૃત વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને વિકસિત ભારત@2047 એક રાષ્ટ્ર -એક ચૂંટણી વિષે પર વિધિવત યૂથ પાર્લામેન્ટ અને અન્ય સત્રોનું સફળ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિન શર્માએ યુવાનોને 'માય ભારત' પ્લેટફોર્મ સાથે જોડાઈને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે આહ્વાન કર્યું હતું અને વર્તમાનમાં માય ભારત પોર્ટલ પર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027 ક્વિઝમાં ભાગ લેવા માટે યુવાનોને પ્રેર્યા હતા. તથા ડૉ. ભાવિન ત્રિવેદી અને ડૉ. નિશા જોશીએ યુવાનોના ઉત્સાહને બિરદાવતા આવા આયોજનોને ભવિષ્યના સક્ષમ નેતૃત્વના નિર્માણ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા.કાર્યક્રમના અંતે તમામ 35 સહભાગી યુવાનોને આયોજકો દ્વારા પ્રમાણપત્ર અને કિટ વિતરિત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ