મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં આવેલી ફરેડી દૂધ મંડળીની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્રો લખીને તેમના હિતલક્ષી નિર્ણયોની સરાહના કરી છે. આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા સહકારી સભ્યો પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે અને GST તથા સ્વદેશી અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટેના પ્રયાસોને મજબૂતી આપી રહ્યા છે.ફરેડી દૂધ મંડળીની સભ્યો, જેમાં મોટા ભાગની મહિલાઓનો સમાવેશ થાય છે, તેમણે પોસ્ટકાર્ડો દ્વારા વડાપ્રધાનજીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આર્થિક સુધારાઓની ખાસ પ્રશંસા કરી છે. GST અને સ્વદેશી અભિયાન જેવા પગલાંથી પશુપાલકો અને નાના વેપારીઓને મળેલા લાભોને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણયોને “લોકહિતાઈના મહત્તમ પ્રતીક” તરીકે વર્ણવ્યા છે. આ અભિયાન દ્વારા જિલ્લાના સહકારી કાર્યકર્તાઓ વડાપ્રધાનના “સાત્ત્વિક વિકાસ”ના સંકલ્પને મજબૂત કરવા પોતાનો યોગદાન આપી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ