મોડાસા, 1 ઓક્ટોબર (હિ.સ.)સમગ્ર હિન્દુ સમાજમાં વિજયા દશમીના પર્વે પૌરુષ અને શક્તિની આરાધના કરવામાં આવે છે. આજ પવિત્ર તહેવારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના કાર્યનો પ્રારંભ થયો હતો અને તે ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ સાથે ચાલતી *રાષ્ટ્ર સેવા - રાષ્ટ્ર નિર્માણની* યાત્રાનું આ શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 ઓક્ટોબરે ભિલોડામાં અને ૫ ઓક્ટોબરે સાઠંબા, બાયડ, ધનસુરા, માલપુર, મોડાસા નગર, મેઘરજ અને વરથુ માં સાર્વજનિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બધા નાગરિકોને જોડાવા અનુરોધ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ