ઊંઝા ઉમિયા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે 1008 બહેનોએ કરી સામુહિક આરતી
મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 1008 બહેનોએ પરંપરાગત વેશભૂષામાં મા ઉમિયાની સામુહિક આરતી ઉતારી હતી. મંદિરમાં થયેલી આ અનોખી
ઊંઝા ઉમિયા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે 1008 બહેનોએ કરી સામુહિક આરતી


મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.)

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 1008 બહેનોએ પરંપરાગત વેશભૂષામાં મા ઉમિયાની સામુહિક આરતી ઉતારી હતી. મંદિરમાં થયેલી આ અનોખી અને ભવ્ય આરતીમાં ઉમંગ અને શ્રદ્ધાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા. સ્ત્રીશક્તિના આ સંગઠિત પ્રદર્શનને કારણે સમગ્ર પ્રાંગણ ગૂંજાઈ ઉઠ્યું હતું. દુર્ગાષ્ટમીના પાવન અવસર પર મા ઉમિયાની આરાધના કરતા ભક્તોએ કુટુંબ સુખ-સમૃદ્ધિ અને સમાજ એકતાની પ્રાર્થના કરી હતી.મહંતશ્રી તેમજ ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમને કારણે ઊંઝા ઉમિયા માતાજી મંદિર ભક્તિ અને સાંસ્કૃતિક ઉલ્લાસનું કેન્દ્ર બની ગયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande